March 7, 2021

Indian & World Live Breaking News Coverage And Updates

Indian & World Live Breaking News Coverage And Updates

, હોસ્પિટલમાં એક્ટર: ‘આશિકી’ ફૅમ 52 વર્ષીય રાહુલ રોયને શૂટિંગ દરમિયાન બ્રેન સ્ટ્રોક, ICUમાં દાખલ, Indian & World Live Breaking News Coverage And Updates

હોસ્પિટલમાં એક્ટર: ‘આશિકી’ ફૅમ 52 વર્ષીય રાહુલ રોયને શૂટિંગ દરમિયાન બ્રેન સ્ટ્રોક, ICUમાં દાખલ

Share This :

હોસ્પિટલમાં એક્ટર: ‘આશિકી’ ફૅમ 52 વર્ષીય રાહુલ રોયને શૂટિંગ દરમિયાન બ્રેન સ્ટ્રોક, ICUમાં દાખલ

2020-11-29 18:00:58

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ2 મિનિટ પહેલા

  • કૉપી લિંક

1990ની મ્યૂઝિકલ હિટ ફિલ્મ ‘આશિકી’ ફૅમ રાહુલ રોય મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. 52 વર્ષીય રાહુલ ‘કારગિલ’ નામની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતો. આ દરમિયાન તેને બ્રેન સ્ટ્રોકનો હુમલો આવતા તાત્કાલિક શ્રીનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પછી ફિલ્મની ટીમ રાહુલને મુંબઈ લઈ આવી હતી અને અહીંયા તે નાણાવટી હોસ્પિટલના ICUમાં દાખલ છે.

ઊંચાઈને કારણે બ્રેન સ્ટ્રોક
ફિલ્મનું શૂટિંગ પર્વતો પર થતું હતું. વધુ ઊંચાઈ હોવાને કારણે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો નથી. ટીમ મેમ્બર્સને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. જોકે, શૂટિંગ પૂરું કરવાની ધૂનમાં યુનિટે આ વાતને અવગણી હતી. આનું પરિણામ રાહુલે ભોગવવું પડ્યું હતું.

ડૉક્ટર્સે કહ્યું હતું કે રાહુલના મગજના ડાબા હિસ્સામાં લોહી જામી ગયું છે. તેને ઠીક થવામાં સમય લાગશે. ડૉક્ટર્સે આ કેટલા સમયમાં ઠીક થશે તે ચોક્કસ કહ્યું નહોતું. જોકે, તેમણે એમ કહ્યું હતું કે આ ઠીક થવામાં અનેક મહિનાઓ લાગી શકે છે.

ત્રણ દાયકાથી ફિલ્મમાં સક્રિય
રાહુલે 1990માં મહેશ ભટ્ટની ફિલ્મ ‘આશિકી’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં અનુ અગ્રવાલ લીડ રોલમાં હતી. ત્યારબાદ તે ‘જુનૂન’, ‘ફિર તેરી કહાની યાદ આઈ’, ‘નસીબ’, ‘એલાન’, ‘કૈબ્રે’ જેવી ફિલ્મમાં જોવા મળ્યો હતો. ‘બિગ બોસ’ની પહેલી સિઝનમાં રાહુલ રોય વિનર બન્યો હતો.

Share This :