વિવાદ પર પ્રતિક્રિયા: ફરિયાદ અંગે સિદ્ધાર્થ રાંદેરિયાએ ચોખવટ કરતાં કહ્યું, ‘મેં હજી ગયા મહિને અને વર્ષ પહેલાં પણ જાહેરમાં માફી માગી હતી’

, વિવાદ પર પ્રતિક્રિયા: ફરિયાદ અંગે સિદ્ધાર્થ રાંદેરિયાએ ચોખવટ કરતાં કહ્યું, ‘મેં હજી ગયા મહિને અને વર્ષ પહેલાં પણ જાહેરમાં માફી માગી હતી’,
Share This :

વિવાદ પર પ્રતિક્રિયા: ફરિયાદ અંગે સિદ્ધાર્થ રાંદેરિયાએ ચોખવટ કરતાં કહ્યું, ‘મેં હજી ગયા મહિને અને વર્ષ પહેલાં પણ જાહેરમાં માફી માગી હતી’

2020-12-02 13:41:39

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ10 મિનિટ પહેલા

  • કૉપી લિંક
, વિવાદ પર પ્રતિક્રિયા: ફરિયાદ અંગે સિદ્ધાર્થ રાંદેરિયાએ ચોખવટ કરતાં કહ્યું, ‘મેં હજી ગયા મહિને અને વર્ષ પહેલાં પણ જાહેરમાં માફી માગી હતી’,

નંદુરબારમાં હિંદુ સેવા સમિતિના નરેન્દ્ર પાટીલે દારૂ સાથે ગાયત્રી મંત્રના જાપ કરીને ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા બદલ ગુજરાતના હાસ્ય કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયા સહિત પાંચ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ કરી છે. દિવ્ય ભાસ્કરે સિદ્ધાર્થ રાંદેરિયા સાથે વાત કરીને તેમનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

શું કહ્યું સિદ્ધાર્થ રાંદેરિયાએ?
સિદ્ધાર્થ રાંદેરિયાએ કહ્યું હતું, ‘મને હમણાં જ આ અંગે ખબર પડી કે મારી પર કેસ કરવામાં આવ્યો છે. આ અંગે હું માત્ર એટલું જ કહેવા માગીશ કે હજી ગયા મહિને જ ગુજરાતી તમામ ચેનલ પર તથા વર્ષ પહેલાં જાહેર માફી માગી હતી. જાહેર માફીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો.’

નાટક આઠ-નવ વર્ષ પહેલાંનું
વધુમાં સિદ્ધાર્થ રાંદેરિયાએ કહ્યું હતું, ‘આ જે ક્લિપ ફરી રહી છે તે નાટક ‘ગુજ્જુ ગોલમાલ’ આઠથી નવ વર્ષ પહેલાંનું છે. ત્યારપછી શેમારૂએ DVDમાંથી આ સીન હટાવી દીધો છે. એમેઝોમાંથી પણ આ સીન હટાવી દેવામાં આવ્યો છે. અત્યારે જે ક્લિપ ફરતી થઈ છે, તે વ્હોટ્સએપ ક્લિપ છે. આ ક્લિપ વર્ષો પહેલાં ડાઉનલોડ કરી લેવામાં આવી હશે અને તેને ફરતી કરવામાં આવી છે. આ વ્હોટ્સએપ ક્લિપ પર મારો કે શેમારૂનો કોઈ કાબૂ રહ્યો નથી. આ વાત લોકોને સમજાતી નથી. બધા એમ સમજે છે કે આ અમે ચલાવીએ છીએ પણ આ વાત સાચી નથી. આ ક્લિક કોઈએ પોતાની રીતે ડાઉનલોડ કરી લીધી હોય તો તે વર્ષો સુધી ફરતી રહે છે. વ્હોટ્સએપ પર મારો કોઈ અખત્યાર નથી. આ અંગે જાહેરમાં માફી માગી લીધી છે અને વીડિયો પણ મૂક્યો છે.’

શું ફરિયાદ થઈ?
વલસાડના નંદુરબારમાં હિંદુ સેવા સમિતિના નરેન્દ્ર પાટીલે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે ગુજરાતી નાટ્ય કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયાનો કોમેડી શો ‘ગુજ્જુભાઈ ગોલમાલ’ પ્રસારિત કરવામાં આવે છે. એના વિવિધ ભાગો યુટ્યૂબ પર પણ પ્રસારિત થાય છે. નાટકના એક સીનમાં હિરોઇનને આંખો બંધ કરીને ગાયત્રી મંત્રનો જાપ કરતી બતાવવામાં આવી છે.

એ જ સમયે એક્ટર (સિદ્ધાર્થ રાંદેરિયા) એની ખાતરી કરે છે કે તેની આંખો બંધ છે અને બોટલમાંથી દારૂ તેના આગળ તાંબાના વાસણમાં નાખે છે અને મંત્રનો જાપ કરીને મજાક ઉડાવે છે. મંત્રો વિશે ઘણા જોક્સ કરે છે. હકીકતમાં ગાયત્રી મંત્ર એક વેદ મંત્ર છે અને દરેક ધાર્મિક વિધિમાં એનો પાઠ કરવામાં આવે છે. વિકૃતિ દ્વારા હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી હતી, તેથી તાત્કાલિક કેસ નોંધવા જોઈએ અને તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને કડક સજા થવી જોઈએ.

Share This :