યોગા સે હી હોગા: પ્રેગ્નન્સીમાં અનુષ્કા શર્માએ પતિ વિરાટ કોહલીની મદદથી શીર્ષાસન કર્યું, બોલી- આ સૌથી અઘરું આસન

Share This :

યોગા સે હી હોગા: પ્રેગ્નન્સીમાં અનુષ્કા શર્માએ પતિ વિરાટ કોહલીની મદદથી શીર્ષાસન કર્યું, બોલી- આ સૌથી અઘરું આસન

2020-12-01 12:54:52

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ20 મિનિટ પહેલા

  • કૉપી લિંક
, યોગા સે હી હોગા: પ્રેગ્નન્સીમાં અનુષ્કા શર્માએ પતિ વિરાટ કોહલીની મદદથી શીર્ષાસન કર્યું, બોલી- આ સૌથી અઘરું આસન,

અનુષ્કા શર્મા હાલમાં પ્રેગ્નન્ટ છે અને તે આવતા વર્ષે જાન્યુઆરીમાં પ્રથમ સંતાનને જન્મ આપશે. હાલમાં જ અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયામાં એક જૂની તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં અનુષ્કા પ્રેગ્નન્સીમાં શીર્ષાસન કરતી જોવા મળી હતી. શીર્ષાસન કરતાં સમયે વિરાટ કોહલીએ તેને મદદ કરી હતી. તસવીરમાં અનુષ્કા શર્માનો બેબી બમ્પ સ્પષ્ટ જોવા મળે છે અને વિરાટ પણ ઘણી જ કાળજી રાખીને અનુષ્કાના પગને સપોર્ટ આપી રહ્યો છે.

અનુષ્કાએ શું કહ્યું?
અનુષ્કાએ તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘હાથ નીચે અને પગ ઉપર કરવાની આ એક્સર્સાઈઝ છે. યોગ મારા જીવનનો ઘણો જ મોટો હિસ્સો છે. મારા ડૉક્ટરે મને કહ્યું હતું કે હું આવા તમામ આસન કરી શકું છું. મારે વધુ પડતું ટ્વિસ્ટ નથી કરવાનું અને વધુ પડતું આગળ ઝૂકવાનું નથી. આ વાત ધ્યાનમાં રાખીને હું તમામ આસનો કરી શકું છું. જોકે, હું જરૂરી સપોર્ટ સાથે જ આ આસન કરી શકું છું. શીર્ષાસન હું છેલ્લાં ઘણાં વર્ષોથી કરું છું. મેં એ ધ્યાન રાખ્યું કે હું દીવાલને સપોર્ટ તરીકે ઉપયોગમાં લઉં અને મારા સક્ષણ પતિએ મને સંતુલન બનાવવામાં મદદ કરી, જેથી મને વધારે સુરક્ષા મળે.’

વધુમાં અનુષ્કાએ કહ્યું હતું, ‘આ મેં મારા પોતાના યોગ ગુરુની સલાહમાં કર્યું હતું. તેઓ વર્ચ્યુઅલી સતત મારી સાથે હતા. મને આનંદ છે કે મેં પ્રેગ્નન્સીમાં પણ પ્રેક્ટિસ ચાલુ રાખી.’

અનુષ્કાએ સાત દિવસ કામ કર્યું
IPL આ વખતે દુબઈમાં રમાઈ હતી. અનુષ્કા પણ પતિ વિરાટ સાથે દુબઈ ગઈ હતી. દુબઈથી પરત ફર્યાં બાદ અનુષ્કાએ સતત સાત દિવસ સુધી પોતાના બાકીના કમિટમેન્ટ્સ પૂરા કર્યાં હતાં. અનુષ્કાએ કોવિડ 19ની તમામ ગાઈડલાઈનનું પાલન કરીને પોતાના કામ પૂરા કર્યાં હતાં. માનવામાં આવે છે કે અનુષ્કા મે મહિનાથી ફરી કામ ચાલુ કરશે.

વિરાટ પેટરનિટી લીવ લેશે
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં વનડે સીરિઝ ગુમાવી દીધી છે. ત્રણ વનડેની સીરિઝમાં કાંગારુંએ 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. વિરાટ કોહલીની કપ્તાનીની ચારેકોર ટીકા થઇ રહી છે. તેનું લક્ષ્ય હવે T-20 સીરિઝ જીતવા પર અને ચાર ટેસ્ટ સીરિઝની પહેલી મેચમાં સારું પ્રદર્શન કરવા પર રહેશે. તે પહેલી ટેસ્ટ પછી પેટરનિટી લીવ પર જશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ 17થી 21 ડિસેમ્બર દરમિયાન એડિલેડ ખાતે રમાશે. આ મેચ સમાપ્ત થાય તે પછી વિરાટ ભારત પરત ફરશે. તેની ગેરહાજરીમાં અજિંક્ય રહાણે ટીમની કપ્તાની કરશે.

Share This :