ફોર્બ્સ હાઈએસ્ટ પેઈડ એક્ટર 2020: અક્ષય કુમાર 362 કરોડ રૂપિયા કમાણી કરીને વિશ્વનો છઠ્ઠો સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા બન્યો, સલમાન, શાહરૂખ પાછળ છે
2020-11-24 18:20:23
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એક કલાક પહેલા
- કૉપી લિંક
- બોલિવૂડના ખિલાડી કુમાર અક્ષયની ‘ફિલ્મ’ લક્ષ્મી તાજેતરમાં ડિજિટલ પ્લેટફોર્મ ડિઝની પ્લસ હૉટસ્ટાર VIP પર રિલીઝ થઈ છે
અક્ષય કુમાર બોલિવૂડને દર વર્ષે સૌથી વધુ ફિલ્મો આપીને ફેન્સનું દિલ જીતી લે છે. તે સાથે અક્ષય કુમારે દુનિયાના સૌથી વધારે કમાણી કરનારા એક્ટર્સના લિસ્ટમાં પણ સ્થાન મેળવી લીધું છે. તાજેતરમાં આવેલા ફોર્બ્સની સૌથી વધારે કમાણી કરનારા ટૉપ 10 એક્ટરના લિસ્ટમાં 48.5 મિલિયન ડૉલર (362 કરોડ રૂપિયા) વાર્ષિક કમાણી કરીને અક્ષયે છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. આ લિસ્ટમાં તેમણે ગ્લોબલ સ્ટાર શાહરૂખ ખાન અને સલમાનને પાછળ છોડી દીધા છે. જાણો બોલિવૂડના સૌથી વધારે કમાણી કરતા એક્ટર-
અક્ષય કુમાર- બોલિવૂડના ખિલાડી કુમાર અક્ષયની ફિલ્મ ‘લક્ષ્મી’ તાજેતરમાં ડિજિટલ પ્લેટફોર્મ ડિઝની પ્લસ હૉટસ્ટાર VIP પર રિલીઝ થઈ છે. રેકોર્ડ બ્રેક કરતાં આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર સૌથી વધુ વખત જોવાયેલી ફિલ્મ બની છે. આ ફિલ્મ ઉપરાંત એક્ટર ટૂંક સમયમાં કૃતિ સેનનની સાથે ‘બચ્ચન પાંડે’, સારા અલી ખાન અને ધનુષની સાથે ‘અતરંગી રે’, વાણી કપૂરની સાથે ‘બેલ-બૉટમ’ અને મિસ વર્લ્ડ માનુષી છિલ્લરની સાથે ‘પૃથ્વીરાજ’ ફિલ્મ લઈને આવી રહ્યો છે. ફિલ્મો ઉપરાંત અક્ષયની મોટાભાગની કમાણી પ્રોડક્ટ એન્ડોર્સમેન્ટ દ્વારા થાય છે.
સલમાન ખાન- સુપરસ્ટાર સલમાન ખાન દર વર્ષે ઈદના પ્રસંગે પોતાની ફિલ્મથી ફેન્સને ભેટ આપે છે જો કે, આ વર્ષે કોરોના અને થિયેટરો બંધ થવાથી આવું થઈ શક્યું નહીં. આ વર્ષે સલમાનની ફિલ્મ ‘રાધે’ અને ‘કભી ઇદ કભી દિવાલી’ રિલીઝ થવાની હતી પરંતુ ફિલ્મોનું શૂટિંગ પૂરું થઈ શક્યું નહીં. લોકડાઉન ખૂલતાં જ રાધે ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું પરંતુ મેકર્સ હજી પણ સંપૂર્ણ રીતે થિયેટરો ખોલવાની રાહ જોઈ રહ્યા છે. 2020માં એક પણ ફિલ્મ રિલીઝ ન થઈ હોવા છતાં સલમાન ખાન બોલિવૂડનો બીજો સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા છે. દર ફિલ્મમાંથી 100 કરોડ રૂપિયા ફી લેનાર એક્ટરે બિગ બોસ 14 માટે 450 કરોડ રૂપિયા ફી લીધી છે.
શાહરૂખ ખાન – બોલિવૂડનો કિંગ શાહરૂખ ખાન છેલ્લે વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વધુ કમાણી કરી શકી નહોતી. ત્યારબાદથી અભિનેતા સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાનાં લિસ્ટમાં ત્રીજા નંબરે છે. ફિલ્મો ઉપરાંત શાહરૂખનું પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટટ વેબ મૂવીઝ અને સિરીઝ પ્રોડ્યૂસ કરી રહ્યું છે. અભિનેતાએ તાજેતરમાં જ દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ ‘પઠાણ’ પર કામ શરૂ કર્યું છે.
આમિર ખાન- વર્ષમાં એક પણ હિટ ફિલ્મ ન આપનાર આમિર ખાન કરીના કપૂર સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ લઇને આવી રહ્યો છે. લોકડાઉનને કારણે આ ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું, જો કે, અભિનેતાએ શૂટિંગ કરવાની મંજૂરી મળ્યા બાદ ફિલ્મનું કામ ફરી શરૂ કરી દીધું છે. આ વર્ષે આમિરની કોઈ ફિલ્મ રિલીઝ નહીં થવા છતાં અભિનેતા આ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર અભિનેતાના લિસ્ટમાં ચોથા નંબરે છે.
અજય દેવગણ- વર્ષ 2020ની શરૂઆતમાં જ બ્લોકબસ્ટર હિટ ફિલ્મ ‘તાન્હાજી’ આપીને અભિનેતા અજય દેવગન બોલિવૂડમાં સૌથી વધુ કમાણી કરનારો પાંચમો અભિનેતા બની ગયો છે. અજય દેવગણની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર દીપિકાની ફિલ્મ ‘છપાક’ સાથે ક્લેશ થઈ હતી. તેમ છતાં, આ ફિલ્મે સારું પ્રદર્શન કરીને લગભગ 277 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું.
આ છે વિશ્વના સૌથી વધુ કમાણી કરનારા એક્ટર
87.5 મિલિયન ડૉલરની કમાણી સાથે ડ્વેન જોનસન આ લિસ્ટમાં પહેલા નંબરે છે. આ ઉપરાંત, રાયન રેનોલ્ડ (71.5 મિલિયન ડૉલર), માર્ક વાહલબર્ગ (58 મિલિયન ડૉલર), બેન એફ્લેક 55 મિલિયન ડૉલર) અને વિન ડીઝલ 54 મિલિયન ડૉલર) સૌથી વધુ કમાણી કરનારા 5 અભિનેતાઓનાં લિસ્ટમાં સામેલ છે.
More Stories
Glimpses from Ridhima Ghosh and Gaurav Chakrabarty’s vacation to the hills | Bangla Movie News – Times of India
Johnny Lever praises Shah Rukh Khan; opens up about the time when he came to his ailing father’s aid | Hindi Movie News – Bollywood – Times of India
Demi Lovato’s new hairdo is über cool | English Video Songs – Times of India