કોન્ટ્રોવર્સી ‘ક્વીન’ને લીગલ નોટિસ: ‘કંગના સાત દિવસની અંદર દાદી પરની કમેન્ટ પર માફી માગે, નહીંતર કેસ માટે તૈયાર રહે’

, કોન્ટ્રોવર્સી ‘ક્વીન’ને લીગલ નોટિસ: ‘કંગના સાત દિવસની અંદર દાદી પરની કમેન્ટ પર માફી માગે, નહીંતર કેસ માટે તૈયાર રહે’,
Share This :

કોન્ટ્રોવર્સી ‘ક્વીન’ને લીગલ નોટિસ: ‘કંગના સાત દિવસની અંદર દાદી પરની કમેન્ટ પર માફી માગે, નહીંતર કેસ માટે તૈયાર રહે’

2020-12-01 18:27:21

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચંદીગઢ2 કલાક પહેલા

  • કૉપી લિંક
, કોન્ટ્રોવર્સી ‘ક્વીન’ને લીગલ નોટિસ: ‘કંગના સાત દિવસની અંદર દાદી પરની કમેન્ટ પર માફી માગે, નહીંતર કેસ માટે તૈયાર રહે’,

પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટ ચંદીગઢના સીનિયલ વકીલ તથા સોશિયલ એક્ટિવિસ્ટ હાકમ સિંહે કંગનાને લીગલ નોટિસ મોકલી છે દિલ્હીના શાહીન બાગ વિરોધ પ્રદર્શનમાં સામેલ થનાર 90 વર્ષીય બિલકિસ બાનો પર સોશિયલ મીડિયામાં કમેન્ટ કરી હતી

દિલ્હીના શાહીન બાગના વિરોધ પ્રદર્શનમાં સામેલ થનાર 90 વર્ષીય બિલકિસ બાનો પર કંગનાએ સોશિયલ મીડિયામાં કમેન્ટ કરી હતી. આ કમેન્ટ બાદ યુઝર્સે કંગનાને ટ્રોલ કરી હતી અને માફી માગવાનું કહ્યુ હતું. હવે પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટ ચંદીગઢના સીનિયર વકીલ તથા એક્ટિવિસ્ટ હાકમ સિંહે કંગનાને લીગલ નોટિસ મોકલી છે. હાકમ સિંહે પોતાની નોટિસમાં કહ્યું છે કે અભિવ્યક્તિ દરેક વ્યક્તિ વિશેષનો બંધારણીય હક છે.

, કોન્ટ્રોવર્સી ‘ક્વીન’ને લીગલ નોટિસ: ‘કંગના સાત દિવસની અંદર દાદી પરની કમેન્ટ પર માફી માગે, નહીંતર કેસ માટે તૈયાર રહે’,

એડવોકેટ એન્ડ સોશિયલ એક્ટિવિસ્ટ હાકમ સિંહ

કંગનાએ પોતાની કમેન્ટને કારણે માત્ર દાદી જ નહીં દેશભરની મહિલાઓનું અપમાન કર્યું છે. આથી તમારે માફી માગવી પડશે. હાકમ સિંહે આ નોટિસમાં કંગનાને સાત દિવસની અંદર માફી માગવાનું કહ્યું છે. જો તે આમ નહીં કરે તો તેની પર માનહાનિનો કેસ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કંગનાએ સોશિયલ મીડિયામાં કહ્યું હતું કે દિલ્હીના શાહીન બાગના વિરોધ પ્રદર્શનમાં સામેલ થનાર 90 વર્ષીય બિલકિસ બાનો ખેડૂત આંદોલનમાં સામેલ છે. કંગનાએ દાવો કર્યો હતો કે બાનો 100 રૂપિયા માટે વિરોધ પ્રદર્શનમાં આવી જાય છે.

હિમાંશી ખુરાના પણ કંગના પર ભડકી
ખેડૂત આંદોલન પર સરકારનો પક્ષ લેવા પર ‘બિગ બોસ 13’ની સ્પર્ધક હિમાંશી ખુરાના પણ કંગના પર ભડકી હતી. કંગનાએ એક પોસ્ટમાં ખેડૂત આંદોલનમાં સામેલ એક વૃદ્ધ મહિલાને શાહીન બાગની દાદી કહી હતી અને કહ્યું હતું કે તે 100 રૂપિયામાં ઉપલબ્ધ છે.

, કોન્ટ્રોવર્સી ‘ક્વીન’ને લીગલ નોટિસ: ‘કંગના સાત દિવસની અંદર દાદી પરની કમેન્ટ પર માફી માગે, નહીંતર કેસ માટે તૈયાર રહે’,

આ જ પોસ્ટ પર હિમાંશીએ કહ્યું હતું, ‘જો વૃદ્ધ મહિલા પૈસા માટે ભીડમાં સામેલ છે, તો તમે સરકારનો બચાવ કરવા માટે કેટલા રૂપિયા લીધા છે?’

, કોન્ટ્રોવર્સી ‘ક્વીન’ને લીગલ નોટિસ: ‘કંગના સાત દિવસની અંદર દાદી પરની કમેન્ટ પર માફી માગે, નહીંતર કેસ માટે તૈયાર રહે’,

Share This :