કંગનાના ભાઈના લગ્ન: એક્ટ્રેસે લગ્નમાં છ કરોડ રૂપિયા ખર્ચ્યા, 18 લાખનો ડ્રેસ અને 45 લાખના ઘરેણાં પહેર્યાં હતાં
2020-11-12 18:46:52
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉદયપુર10 મિનિટ પહેલાલેખક: આશિષ રાય
- કૉપી લિંક
કંગના રનૌતના ભાઈ અક્ષતે રિતુ સાંગ્વાન સાથે રાજવી ઠાઠમાઠ સાથે ઉદયપુરની ધ લીલા પેલેસમાં 12 નવેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. કંગનાના નિકટના સૂત્રોના મતે, એક્ટ્રેસે ભાઈના લગ્નને યાદગાર બનાવવા માટે કોઈ કસર છોડી નહોતી. તેણે લગ્નમાં અંદાજે છ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તસવીરોમાં પણ લગ્નની ભવ્યતા જોવા મળે છે.
દિવ્ય ભાસ્કરને કંગનાના નિકટના સાથીઓએ કહ્યું હતું કે એક્ટ્રેસે ભાઈના લગ્નમાં ગુજરાતી લહેરીયા સ્ટાઈલ લહેંગો પહેર્યો હતો, જેની કિંમત અંદાજે 18 લાખ રૂપિયા હતા. આ સાથે જ કંગનાએ 45 લાખ રૂપિયાની જ્વેલરી પહેરી હતી. ડિઝાઈનર સબ્યાસાચીએ બહુ જ ઓછા સમયમાં જ્વેલરી તૈયાર કરીને કંગનાને આપી હતી. કંગનાની ડિમાન્ડ પર ઉદયપુરની હોટલ લીલા પેલેસને રજવાડા થીમ પર સજાવવામાં આવી હતી.

કંગનાએ આ આઉટફિટ ભાઈના લગ્નમાં પહેર્યાં હતાં
માત્ર 45 મહેમાનો હાજર રહ્યા હતા
કોવિડ 19ને કારણે લગ્નમાં માત્ર 45 મહેમાનો હતા. લગ્નની થીમ રાજસ્થાની થીમ પર હતી. મહેમાનો માટે રાજસ્થાની વ્યંજન તૈયાર કરવામાં આવ્યા હતા. લગ્નની વિધિ દરમિયાન રાજસ્થાની કલાકારોએ પર્ફોર્મન્સ આપ્યું હતું.

ભાઈ અક્ષતને પાઘડી પહેરાવતી કંગના
ભાઈના લગ્નમાં મનમૂકીને ડાન્સ કર્યો
લગ્નનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કંગના બહેન રંગોલીની સાથે રાજસ્થાની ફોક સોંગ પર ડાન્સ કરતી જોવા મળી હતી. આ પહેલાં મહેંદી સેરેમની દરમિયાન પણ કંગનાએ મનમૂકીને ડાન્સ કર્યો હતો.

સબ્યાસાચીએ તૈયાર કરેલી જ્વેલરીની કિંમત 45 લાખ રૂપિયા છે
10 નવેમ્બરે કંગના પરિવાર સાથે ઉદયપુર આવી હતી
લગ્ન માટે રનૌત તથા સાંગ્વાન પરિવાર 10 નવેમ્બરના રોજ ઉદયપુર આવ્યો હતો. ડિનર બાદ તમામે પેલેસની નજીક આવેલા લેકમાં બોટિંગ કર્યું હતું. 11 નવેમ્બરના રોજ અક્ષત-રિતુની હલ્દી, મહેંદી તથા સંગીત સેરેમની યોજાઈ હતી.
More Stories
Glimpses from Ridhima Ghosh and Gaurav Chakrabarty’s vacation to the hills | Bangla Movie News – Times of India
Johnny Lever praises Shah Rukh Khan; opens up about the time when he came to his ailing father’s aid | Hindi Movie News – Bollywood – Times of India
Demi Lovato’s new hairdo is über cool | English Video Songs – Times of India