March 7, 2021

Indian & World Live Breaking News Coverage And Updates

Indian & World Live Breaking News Coverage And Updates

, એક કરોડ રૂપિયાના સવાલ સુધી પહોંચનારી પહેલી કન્ટેસ્ટન્ટ બની છવિ કુમાર, કહ્યું – ‘જવાબ જાણતી હતી પરંતુ વધુ વિચારવાથી ભટકી ગઈ’, Indian & World Live Breaking News Coverage And Updates

એક કરોડ રૂપિયાના સવાલ સુધી પહોંચનારી પહેલી કન્ટેસ્ટન્ટ બની છવિ કુમાર, કહ્યું – ‘જવાબ જાણતી હતી પરંતુ વધુ વિચારવાથી ભટકી ગઈ’

Share This :

એક કરોડ રૂપિયાના સવાલ સુધી પહોંચનારી પહેલી કન્ટેસ્ટન્ટ બની છવિ કુમાર, કહ્યું – ‘જવાબ જાણતી હતી પરંતુ વધુ વિચારવાથી ભટકી ગઈ’

2020-10-30 12:48:12

19 મિનિટ પહેલાલેખક: કિરણ જૈન

  • કૉપી લિંક

ગાઝિયાબાદની રહેવાસી છવિ કુમાર ‘કૌન બનેગા કરોડપતિ 12’ની પહેલી કન્ટેસ્ટન્ટ બની ગઈ છે જે એક કરોડના સવાલ સુધી પહોંચી શકી છે. જોકે સવાલનો જવાબ જાણતા હોવા છતાં તે આટલી મોટી રકમ જીતી ન શકી. હાલમાં દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં છવિએ જણાવ્યું કે કઈ રીતે તે એક કરોડના સવાલ પર ફોકસ ન કરી શકી અને ત્યારબાદ તેને અધવચ્ચે જ ગેમ છોડવાનો નિર્ણય લઇ લીધો.

‘આ મારી જિંદગીની એ ક્ષણ હતી જેને ક્યારેય નહીં ભૂલું’
‘કૌન બનેગા કરોડપતિનો અનુભવ ઘણો જ સારો હતો. બાળપણથી જ મિસ્ટર અમિતાભ બચ્ચનને નજીકથી જોવાની ઈચ્છા હતી, તે સપનું આખરે પૂરું થયું. તેમને લઈને મારા દિલમાં જે-જે વાત હતી એ મેં તેમને કહી. તેમણે ધીરજપૂર્વક મારી વાત સાંભળી હતી. સાથે જ જે મેં જ્ઞાન ભેગું કર્યું હતું તે મને કામ લાગ્યું. આ મારી જિંદગીની એ ક્ષણ હતી જેને ક્યારેય નહીં ભૂલું.’

’18 વર્ષ લાગ્યા KBCની હોટ સીટનું સપનું પૂરું થવામાં’
વર્ષ 2000માં જ્યારે પહેલીવાર આ ગેમ શો લોન્ચ થયો તો હું ત્યારથી જ ગેમમાં ભાગ લેવા માટે પ્રયત્ન કરી રહી હતી. મને યાદ છે તે સમયે એક મેસેજના પાંચ રૂપિયા લગતા હતા તેમ છતાં હું અગણિત મેસેજ કરતી રહેતી હતી. બાર વર્ષ પછી હું ઓડિશન લેવલ સુધી પહોંચી શકી પણ તેની આગળ મારું સિલેક્શન ન થયું. લોકડાઉનમાં મને તૈયારી કરવાની તક મળી ગઈ હતી. આ વખતે મને ભરોસો હતો કે નસીબ મારો સાથ જરૂર આપશે. 18 વર્ષ લાગ્યા KBCની હોટ સીટ પર બેસવાનું સપનું પૂરું થવા માટે.’

‘જવાબ જાણતી હતી પણ હું ભટકી ગઈ હતી’
‘આજે પણ ભરોસો નથી થતો કે મેં 50 લાખ રૂપિયા જીતી લીધા છે. સાચું કહું તો મને ખબર હતી કે વાંચીને ગઈ છું તો ક્યાંકને ક્યાંક તો જરૂર પહોંચીશ પરંતુ જીતની રકમ કરતા વધારે ગેમ રમવી મારા માટે મહત્ત્વનું હતું. એક કરોડના સવાલનો જવાબ પણ હું જાણતી હતી. જ્યારે તે સવાલ કમ્પ્યુટર પર આવ્યો ત્યારે જ મારા દિમાગમાં જવાબ આવી ગયો હતો, પરંતુ મેં ઓવર એનાલાઇઝ કરી લીધું જેને કારણે કન્ફ્યુઝ થઇ ગઈ. જવાબ જાણતી હતી પણ ભટકી ગઈ હતી. હું વધુ વિચારવા લાગી ત્યારબાદ હું ફોકસથી ભટકી ગઈ. મેં અધવચ્ચે ગેમ છોડવાનો નિર્ણય લીધો. દુઃખ તો થયું પણ શીખવા પણ ઘણું મળ્યું.’

‘જીતેલી રકમ મારી બંને દીકરીઓના ભણતર માટે વાપરીશ’
‘જીતેલી રકમ મારી બંને દીકરીઓના ભણતર માટે વાપરીશ. હું ઈચ્છું છું કે મારી દીકરીઓ ખૂબ ભણે અને માતાપિતાનું નામ રોશન કરે. તેમનું ભણતર મારા માટે ઘણું મહત્ત્વનું છે અને હું નથી ઇચ્છતી કે તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે. આ પૈસા તેમના ભણતરમાં કામ આવશે.’

Share This :